ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર! GSSSB (ગૌણ સેવા) દ્વારા વર્ષ 2026 ની સૌથી મોટી ભરતી CCE (Combined Competitive Exam) ની જાહેરાત કરી દીધી છે. કુલ 5370 ક્લાર્ક અને ઓફિસર લેવલની જગ્યાઓ માટે આવતીકાલથી (5 ફેબ્રુઆરી) ઓનલાઇન ફોર્મ ભરાવવાનું શરૂ થશે.
📅 ફોર્મ ભરવાની તારીખ: 05/02/2026 થી 20/02/2026 સુધી
🎓 લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ (Any Graduate)
🎓 લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ (Any Graduate)
ભરતીની ટૂંકી વિગત (Highlights)
| સંસ્થાનું નામ | GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) |
|---|---|
| પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક (વર્ગ-3) |
| કુલ જગ્યાઓ | 5370 જગ્યાઓ |
| જોબ લોકેશન | સમગ્ર ગુજરાતમાં (જિલ્લા વાઈઝ) |
| પગાર ધોરણ | રૂ. 26,000 થી રૂ. 49,600 (પ્રથમ 5 વર્ષ ફિક્સ) |
ખાલી જગ્યાઓની વિગત (Vacancy Details)
આ ભરતીને બે ભાગમાં વહેંચવામાં આવી છે: Group A અને Group B.
2365
Group A
(હેડ ક્લાર્ક / ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ)
(હેડ ક્લાર્ક / ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ)
3005
Group B
(જુનિયર ક્લાર્ક)
(જુનિયર ક્લાર્ક)
લાયકાત અને ઉંમર (Eligibility)
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Bachelor Degree) ની પદવી મેળવેલી હોવી જોઈએ.
- કોમ્પ્યુટર: કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે (CCC અથવા ધોરણ 10/12 માં કોમ્પ્યુટર વિષય).
- વય મર્યાદા: 20 થી 35 વર્ષ (અનામત વર્ગને છૂટછાટ મળવાપાત્ર).
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો